‘મુંબઈથી ગાડી આવી રે…’ શિર્ષક અંતર્ગત નવજીવન ટૉક્સમાં એક રસપ્રદ મુશાયરાનું આયોજન થયું હતું. નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં પધાર્યા હતા મુંબઈમાં રહેતા ગુજરાતી કવિઓ.
કવિ શ્રી હિતેન આનંદપરા, સુરેશ ઝવેરી, મિતા ગોર મેવાડા, રાજેશ હિંગુ, સુરેશ જોશી અને દિગંત મેવાડા જેવા નામાંકિત કવિઓએ પોતાની કવિતાઓ રજૂ કરી. એમની રચનાઓ થકી ભાવકો તરબોળ થયા. જાણીતા કવિ અને નવલકથાકાર શ્રી અનિલ ચાવડાએ સમગ્ર મુશાયરાનું સંચાલન કર્યું હતું. પોતાના લાક્ષણિક શૈલીમાં કવિ અનિલ ચાવડાએ પણ સમગ્ર ઉપક્રમ યાદગાર બનાવ્યો.

મને વાંધો બીજા જોડે સતત પડ્યા કરે છે.
સમજે નહીં કોઈ મારી વાત, એમ લાગ્યા કરે છે.
કરું હું ગમે તે તોય લોકોને માઠું લાગ્યા કરે છે.
સાચી મારી જાત ને બીજાની ભૂલ દેખાયા કરે છે.
છે આ રોગ તો પણ કલા લાગ્યા કરે છે.
ભૂલ કોઈની થાય તો આનંદ થયા કરે છે.
કોઈની ફજેતીમાં અહમ મારો પોસાયા કરે છે.
શાણો છું હું તે જતાવા લોકોને મૂર્ખા ઠરાવા પડે છે.
હું છું, હું છું તે માટે કોઈ જોડે લડ્યા કરું પડે છે.
અજંપો છે મારામાં, નથી શાંતિ મને.
બીજાના દોષો જોવામાં કેવો આનંદ મળે છે.
કેવો થઈ ગયો છું હું દોસ્ત,
સંબંધો બગાડવામાં મને કેમ મજા આવે છે?