Ekvar Dada Mare Aanganiye Aavo Re | Gujarati Devotional Song |એકવાર દાદા મારે આંગણિયે આવો રે |

Ganesh Bhakti Sagar

Ganesh Bhakti Sagar

653,583 views

‪@GaneshBhaktisagarM13‬
Presenting : Ekvar Dada Mare Aanganiye Aavo Re | Gujarati Devotional Song |

આ ભજનના શબ્દો માટે નીચે આપેલી લિંક ક્લીક કરો
Ekvar Dada Mare Aanganiye Aavo Re | એકવાર ...

અમારું ભજન ગમ્યું હોય તો ચેનલ ને Subscribe કરવા વિનંતી
#ganesh #bhajan

આ ભજનના શબ્દો નીચે આપેલ છે  

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:
નિર્વિઘ્ન કુરુમદેવે સર્વ ક્રાયેષુ સર્વદા:

એકવાર એકવાર એકવાર દાદા
મારે આંગણિયે આવો રે
મારે આંગણિયે આવો ગજાનન
મંડપ અમારો સોહાવો રે
એકવાર એકવાર એકવાર દાદા
મારે આંગણિયે આવો રે

આસોપાલવના તોરણ બંધાવું
કુમકુમ ના સાથિયા પુરાવું રે
એકવાર એકવાર એકવાર દાદા
મારે આંગણિયે આવો રે

અંતરના પ્રેમથી આપને વધાવશું
વાતડીએ ફૂલડાં વેરાવું રે
એકવાર એકવાર એકવાર દાદા
મારે આંગણિયે આવો રે

રિધ્ધિ સિધ્ધિને દાદા સાથે લઈને આવજો
કૃપા દ્રષ્ટી વરસાવો રે
એકવાર એકવાર એકવાર દાદા
મારે આંગણિયે આવો રે

પ્રેમ તણા પુષ્પોની માળા પહેરાવશું
લઈશું પૂજનનો લ્હાવો રે
એકવાર એકવાર એકવાર દાદા
મારે આંગણિયે આવો રે

મોદકના લાડુને મનગમતા મેવા
જમતા ના જરીયે શરમાવો રે
એકવાર એકવાર એકવાર દાદા
મારે આંગણિયે આવો રે

ગંગાજીના નીરની ઝારી ભરાવશું
પાન કેરા બીડલા સ્વીકારો રે
એકવાર એકવાર એકવાર દાદા
મારે આંગણિયે આવો રે

લાખ લાખ દીવડાની આરતી ઉતારશું
ભક્તો ના હૈયા હરખાવો રે
એકવાર એકવાર એકવાર દાદા
મારે આંગણિયે આવો રે

Audio Song : Ekvar Dada Mare Aanganiye Aavo Re
Singer : Saroj Thakor
Music : Jayesh Patel,Nitin Solanki
Lyrics : Traditional
Editor : Jaimis Bhatt
D.O.P : Hitesh Mehta , Prem Sadhu , Dhaval Mehta
Director : Mayur Mehta
Makeup : Jagruti
Production : Sanjay Rajput
Genre : Gujarati Devotional Bhajan
For Live Program Contact : 9723574829
Deity : Ganesh
Temple : Shidhhi Vinayak Mandir
Festival : Ganesh Chaturthi
Label : Ganesh Digital