Chintan Katha 309 || Bhagavad Gita, Adhyay 5 || 08 Oct. 2026 || Pujyapad Mahant Swami || Rajkot

Chintan Katha

Chintan Katha

1,316 views

Date : 08/10/2026

કથા સ્થળ : રાજકોટ ગુરુકુળ

ગીતા ચિંતન | અધ્યાય - 05 | શ્લોક - 14

Title : જીવ પોતે કર્મ ફળમાં જોડાય છે ભગવાન જોડતા નથી

• આપણને ખબર હોય કે આમાંથી દુઃખ આવવાનું છે તો પણ રાગની આંધીમાં દુઃખ દેખાતું નથી
• સારા કે નરસા કર્મ કરીને પણ જો જીવ ધારે તો કર્મથી અલીપ્ત રહી શકે છે
• રાગમાંથી સ્વભાવ create થાય છે
• આ ક્રિયા હું કરું છું અને આનું ફળ મને મળવું જોઈએ એવી ભાવનાથી જ બંધન થાય છે
• જીવ જ્ઞાન કે સમજણ પ્રમાણે નહીં પણ રાગ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે
• ભગવાન જીવને કર્મ ફળ ભોગવાવતા નથી જીવ પોતે જ સ્વભાવને વશ થઈને ભોગવે છે
• મોટા પુરુષો અલિપ્તપણે ભગવાનને રાજી કરવા માટે ક્રિયાઓ કરે છે એટલે એનું બંધન એમને થતું નથી કે કર્મનું ફળ ભોગવવું પડતું નથી
• દેહને વિશે પોતાપણાની માનીતા છે એટલે સૂક્ષ્મ દેહનું કર્મ પણ દ્રવ્યના જેટલું જ લાગે છે
• માણસ રાગથી કર્મ ફળ સાથે પોતાનો સંબંધ જોડે છે પણ ભગવાન જોડતા નથી
• આપણે જો કર્મ ફળમાં જોડાવવું ન હોય તો બળજબરીથી કોઈ જોડતું નથી
• માણસ રાગથી સુખ અને દુઃખ બંનેમાં જોડાય છે
• ભગવાન અનંતકોટી બ્રહ્માંડના વ્યવસ્થાપક છે એ કોઈને પરાણે ભોગવાવતા નથી